Corruption in india. Powered by Blogger.

તમે ઉપદેશ આપનારા છો કે ઉપદેશ સાભળનારા છો એની સાથી કુદરતને કંઇ લેવા દેવા નથી. કુદરતનો અફર નિયમ છે કે શ્રધ્ધા માણસને તારે અને સંશય માણસને મારે.

એક કથાકાર ખુબ સરસ કથા કરતા હતા. 

એની કથા સાંભળવા માટે બહું મોટી સંખ્યામાં લોકો દુરદુરથી આવતા હતા.

ગામડાની એક ગોવાલણ દુધ વેંચવા માટેશહેરમાં આવતી, 

અને દુધ વેંચીને પછી આ કથાકારની કથા સાંભળવા માટે જતી.

 એકદિવસ ખુબ વરસાદ પડેલો. 

કથા પુરી થયા પછી ગોવાલણ પોતાના ગામ જવા નીકળી પણ, 

રસ્તામાં આવતી નદીમાં પુરઆવેલું હતું એટલે પોતાના ગામ જઇ શકાય તેમ ન હતું.


ગોવાલણ પાછી આવી અને કથાકારને મળીને પોતાની સમસ્યા કહી.

 કથાકારે કહ્યુ , " બહેન, મારી કથામાં આ અંગે હું વાત કરુ જ છું,

મારે ચિંતા કરવાની કોઇ જ જરુર નથી.

પ્રભુના નામથી જો પથ્થર પણ તરી શકતા હોય તો તું પણ તરી શકે. 

બસ પૂર્ણ વિશ્વાસ સાથે પ્રભુનું નામસ્મરણ કરતા કરતા ચાલજે એટલે તું પણ,

નદીના પાણી પર ચાલી શકીશ."

ગોવાલણ તો બિચારી સાવ ભોળી.

 કોઇ દિવસ નિશાળે પણ ગયેલી નહી આથી એને તો બીજુ કોઇ જ્ઞાન પણ નહોતું. 

એને કથાકાર પર પુરો વિશ્વાસ એટલે એ તો પોતાના ગામ જવા ઉપડી. 

નદી આવી એટલે ભગવાનનું નામ સ્મરણ કરતા આગળ ચાલી અને,

નદીના પાણી પર ચાલીને પોતાના ગામ પહોંચી ગઇ.

બીજા દિવસે કથા સાંભળવા ગઇ. 

કથાકારે એને કથા મંડપમાં જોઇ એટલે પુછ્યુ , " ગઇ કાલે તું કેવી રીતેઘરે ગઇ હતી." 

ગોવાલણે જવાબ આપ્યો , " મહારાજ

આપે જ તો મને રસ્તો બતાવ્યો હતો. પ્રભુનું નામસ્મરણ કર્યુ એટલે, 

હું પાણી પર ચાલી શકી."

કથાકાર તો બરાબરના મુંઝાયા કારણકે એમણે, 

તો પેલી ભાઇને મજાકમાં આવી વાત કરી હતી.


એમણે ગોવાલણને પુછ્યુ, " તું ખરેખર પાણી પર ચાલી ? " 

ગોવાલણે હા પાડી એટલે કથાકારની મુંજવણ વધી.

કથાકારે ગોવાલણને કહ્યુ , " ચાલ, હું તારી સાથે આવું તું પાણી પર ચાલી બતાવ." 

ગોવાલણની સાથે કથાકાર અને તમામ શ્રોતાઓ નદી કાંઠે આવ્યા. 

ગોવાલણ તો ભગવાનનું નામ લેતા લેતા પાણી પર ચાલવા લાગી.

થોડે ગયા પછી ઉભી રહી અને કથાકારને કહ્યુ , "

મહારાજ, આપ પણ ચાલો આમાં કંઇ અઘરુ નથી.

" મહારાજને થયુ જો આ અભણ બાઇ ચાલી શકતી હોય તો હું

તો મોટો વિદ્વાન છું એણે ભગવાનનું ભજન ગાતા ગાતા ચાલવાનું શરુ કર્યુ. 

પહેલું પગલું મુક્યુ ત્યાં જ પાણીમાં પડ્યા અને ડુબી ગયા.

મિત્રો :-

તમે ઉપદેશ આપનારા છો કે ઉપદેશ સાભળનારા છો એની સાથી કુદરતને કંઇ

લેવા દેવા નથી. કુદરતનો અફર નિયમ છે કે શ્રધ્ધા માણસને તારે અને સંશય માણસને

 મારે.

Share on Google Plus

About Unknown

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment