Corruption in india. Powered by Blogger.

શિક્ષણની ચોંકાવનારી હકિકત: એલમપુર શાળામાં બિયર ટીનમાં વિજ્ઞાનનો પ્રયોગ



શિક્ષકનું કામ  બાળકોને શિક્ષિત અને સંસ્કારી નાગરીક બનાવવાનું છે. પરંતુ ઊનાની એલમપુર શાળામાં બિયરના ટીનમાં વિજ્ઞાન પ્રોજેકટ ગોઠવી વિવિધ પ્રયોગોનું જ્ઞાન છાત્રોને પીરસવામાં આવી રહ્યાની ચોંકાવનારી હકિકત સામે આવી છે. એટલું જ નહી, બાળકોને પણ ખબર છે કે, આ ડબલાને બીયરનું ટીન કહેવાય છે. પાયાનાં શિક્ષણમાં જ બાળકોને સારૂં જ્ઞાન આપવાને બદલે તેનાં કુમળા માનસમાં નશીલા પદાર્થનું ઝેરી જ્ઞાન ઘુસાડવામાં આવી રહ્યું હોય એમ જણાય છે.



- એલમપુર શાળામાં બિયર ટીનમાં વિજ્ઞાનનો પ્રયોગ
- ડીપીઓની તપાસમાં શિક્ષણની પોલ ખુલી

એલમપુરની પ્રા.શાળાની આજે જિલ્લા શિક્ષણાધિકારી પટેલ અને તાલુકા શિક્ષણાધિકારી જયેશ ગોસ્વામીએ મુલાકાત લીધેલ. પ્રયોગશાળાની તપાસણી કરતાં તેઓ ચોંકી ઉઠયા હતાં. બિયરનાં ટીનનો વિજ્ઞાનનાં પ્રયોગ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. છાત્રોને આ ટીન શેનું છે એવો સવાલ કરતાં, તેઓએ પણ બિયરનું ટીન છે, એવો જવાબ આપ્યો હતો. પરિણામે અધિકારીઓ આઘાત પામી ગયા હતાં.

બાળકોને સારૂં શિક્ષણ આપવું, તેમનામાં સારા સંસ્કારોનું સિંચન કરાવવું, વ્યસનથી અળગા રહેવાનું જ્ઞાન આપવું, એ બધી શિક્ષકોની પ્રાથમિક ફરજ છે. પરંતુ આ શાળામાં શિક્ષણની ઉલટી ગંગા વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. શાળામાં વિજ્ઞાનનો અભ્યાસ કરાવતા શિક્ષક સતિષ વી. ગોહિલની આ વરવી વર્તણૂંક સામે વાલીઓમાં ઘેરો રોષ છવાયો છે. આ બિયરનું ટીન છે અને એમા વિજ્ઞાન પ્રોજેકટ બનાવેલ છે એવું શાળાનાં અન્ય શિક્ષકોએ પણ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ સ્વીકાર્યુ હતું.



- આચાર્ય પણ પીધેલી હાલતમાં ઝડપાયા

ઊના તાલુકાની એલમપુર પ્રા.શાળામાં ગીર-સોમનાથ જિલ્લા શિક્ષણાધિકારી કે.પી.પટેલ અને તાલુકા શિક્ષણાધિકારી જયેશ ગોસ્વામીએ આજે સવારે 9 વાગ્યે સરપ્રાઇઝ વિઝીટ કરતા મેદાનમાં છાત્રો રમતા જોવા મળતાં આશ્ચર્યમાં પડી ગયા હતાં. ત્યારબાદ અાચાર્યની ઓફિસમાં જતાં કેશાભાઇ વી. ડામોર સોમવારે શાળાએથી ગયા બાદ આજે પણ આવેલ ન હોય ફોન કરી બોલાવતા એક કલાક પછી આવ્યા હતાં અને મિટીંગમાં હોવાનું બહાનું ધરી દીધુ હતું. આ આચાર્ય કેશાભાઇ દારૂના નશામાં ધુત હોવાનું જણાતા ડીપીઓ ચોંકી ગયા હતાં. એટલું જ નહીં કમ્પાઉન્ડમાં બિયરનાં ખાલી ટીનો પણ જોવા મળ્યા હતાં. શાળામાં આચાર્ય અને શિક્ષકો વગર છાત્રોનો અભ્યાસ રામ ભરોસે ચાલી રહયો હોવાની પોલમપોલ બહાર આવી હતી. અાચાર્ય સવારે 8 થી 10 સુધી જ આવી ચાલ્યા જતા હોવાની અને નવરાશની પળોમાં શિક્ષકો ચેસ જ રમે રાખે છે. અમારા બાળકોને અભ્યાસ કરાવતાં નથી એવી ગામ લોકોની ફરિયાદો મળી હોવાનું જયેશ ગોસ્વામીએ જણાવ્યું હતું.


- અગાઉ નશો કરતો : આચાર્ય



અગાઉ પોતે નશો કરી આવતા અને હાલમાં નશો કરતા નથી એવું અાચાર્ય કેશાભાઇએ નિવેદન આપ્યું હતું એમ અધિકારીએ જણાવ્યું હતું.

શિક્ષક  હરીદ્વાર, આચાર્યએ સીએલ લખી

ઉચ્ચ અધિકારીઓએ હાજરી પત્રક ચકાસતા એક શિક્ષક રાજુભાઇ પંડયાની સીએલ લખાયેલ. પુછપરછમાં આ શિક્ષક સાત દિવસથી હરીદ્વાર ગયા હોવાનું આચાર્યએ જણાવેલ પરંતુ તેમનો રજા રીપોર્ટ જોવા મળ્યો ન હતો અને આચાર્યએ જ સીએલ લખી હોવાનું બહાર આવતા તપાસના આદેશ કર્યા હતાં.


અમારા બાળકોનું ભવિષ્ય શું ? : વાલીઓ




શાળામાં બિયરનાં ટીનમાં છાત્રોને વિજ્ઞાનનાં પ્રયોગ શીખડાવવામાં આવી રહ્યાં હોય એની જાણ વાલીઓને થતાં અમારા બાળકોનું ભવિષ્ય શું ? એવા સવાલો ઉઠાવી ચિંતા વ્યકત કરી હતી.



Share on Google Plus

About Unknown

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment