Corruption in india. Powered by Blogger.

પ્રિય મમ્મી,


પ્રિય મમ્મી, 8 GB ની PEN DRIVE માં, થોડી જગ્યા ઓછી પડી. નહિ તો, મારું આખુંબાળપણ એક ફોલ્ડર માં નાંખી ને, અહીં સાસરે લઇ આવી હોત. પણ, મારુંબાળપણ તો તારા ખોળા માં જ રહી ગયું. તારા ખોળામાં, હું માથું મૂકીને સુઈ જતી, એ સમય સોનાનો હતો. અને એટલે જ , એ ચોરાઈ ગયો. સોનાની વસ્તુઓ પહેલેથી જ હું સાચવી શકતી નથી. ગમેત્યાં ખોવાઈ જાય છે. ઘરે હતી ત્યારે તો, તું મને શોધી આપતી. સાસરેઆવ્યા પછી, મારી જ જાત મને મળતી નથી, તો બીજી વસ્તુઓતો ક્યાં થી મળે ? તું રોજ સવારે, મારા માથા ઉપર હાથ ફેરવીને મને ઉઠાડતી. હવે મારે,ALARM મુકવું પડે છે. જે સાડી તું પહેરતી, એ જ સાડી હવે ALARM નેપહેરાવું છું. પણ તો ય ખબર નહિ કેમ ? ALARM એટલા પ્રેમથી ઉઠાડી નથી શકતું. એ તારી સાડી નો નહિ, ALARM નો PROBLEMછે. આજે પણ રડવું આવે છે, ત્યારે તારી જૂની સાડી નો છેડો આંસુઓ સામેધરી દઉં છું. આંસુઓ ને તો મૂરખ બનાવી દઉં, પણ આંખો ને કેવી રીતેબનાવું ? આંખો પણ હવે, INTELLIGENT થઇ ગઈ છે. તેં મને TRAIN કરી, એવી જ રીતે, મારી આંખો ને પણ તેં જ TRAIN કરી છે. એટલે મારી આંખો, જાહેર માં રડતી નથી. મમ્મી, જયારે પણ VEHICLE ચલાવું છું, ત્યારે પાછળ બેસીને હવે કોઈ મનેસૂચના નથી આપતું કે ‘ધીમે ચલાવ’. ‘ધીમે ચલાવ’ એવું કહેવા વાળું હવે કોઈનથી, એટલે ‘ફાસ્ટ’ ચલાવવાની મજા નથી આવતી. મમ્મી,મારા ઘરથી મારા સાસરા સુધી જતા રસ્તા માં, એક પણ U-TURN આવ્યો નહિ. નહિ તો,હું તને લેવા ચોક્કસ આવી હોત. લગ્ન પછી ઘરથી સાસરા તરફ જતી વખતે, જે ગાડીમાં બેસી ને હું વિદાયપામી હતી, એ ગાડી ના ‘REAR-VIEW MIRROR’ માં લખેલું હતું કે ‘OBJECTS IN THE MIRROR ARE CLOSER THANTHEY APPEAR’. બસ, એ જ અરીસા માં છેક સુધી મેંતારો ચેહરો જોયા કર્યો. ત્યારે, મને એવી પણ જાણ નહોતી કે જે રસ્તો મનેઘર થી સાસરા તરફ લઇ જાય છે, એ જ રસ્તો પાછો સાસરે થી ઘર તરફ લઇ જશે કે કેમ ? મમ્મી, કેટલાક રસ્તાઓ ONE-WAY હોય છે. એવા રસ્તાઓ ઉપર હુંઆગળ નીકળી ગઈ છું. કોઈ ને મારું સરનામું પૂછવાનો અર્થ નથી કારણ કેમારી SURNAME અને સરનામું, બંને બદલાઈ ગયા છે. પણ એ રસ્તાઓઉપર WRONG SIDE માં DRIVE કરી ને પણ, તને મળવા હું ચોક્કસઆવીશ. કારણ કે , મારું DESTINATION તો તું જ છે, જ્યાંથી મેંમારી ઝીંદગી ની JOURNEY ની શરૂઆત કરી હતી. મમ્મી, મારું DESTINATION અનેમારી DESTINY બંને તું જ છે. હું નાનપણ થી જ મારી દુનિયા નો સ્પેલિંગ ‘UWORLDU’ લખું છું. કારણ કે MY WORLD STARTS WITH YOU AND ENDS IN YOU. મમ્મી, સાસરે આવ્યા પછી મારી દુનિયા બદલાઈ નથી. કારણ કે, મારી દુનિયા તો તું છે.લી. મમ્મી ની દિકરી ( એક દિકરી જો એક દીકરાની જેમ વિચારી શકે, તો એક દીકરો એક દિકરી નેજેમ કેમ નહિ ?)



Share on Google Plus

About Unknown

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment