Corruption in india. Powered by Blogger.

ઓબામાનો બ્લેકબેરી: દુનિયાનો સૌથી સેફ સ્માર્ટફોન, કિંમત રૂ. 20 લાખથી વધુ




હાલના દરેક રાષ્ટ્રપ્રમુખની વાત કરવામાં આવે તો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાને સૌથી વધારે ટેકનોલોજીનો ઉપયોગ કરનારા રાષ્ટ્રપ્રમુખ તરીકે ગણાવી શકાય છે. કહેવાય છે કે તેઓ પોતાના વ્હાઇટ હાઉસમાં જેટલા સિક્યોર છે તેટલા જ પોતાના બ્લેકબેરી ફોનની સાથે પણ. જ્યારે તેઓ વ્હાઇટ હાઉસની બહાર હોય છે ત્યારે તેઓ પોતાના બ્લેકબેરી સ્માર્ટફોનની મદદથી પોતાની સિક્યુરિટીને કવર કરવામાં સફળતા મેળવી લે છે. વેબસાઇટ slashgearના જણાવ્યા અનુસાર ઓબામાના આ સિક્યુરિટી રીલેટેડ અજોડ ફોનની કિંમત રૂ. 20, 35, 596 રૂ.ની છે.


ઓબામાના ખાસ ગણાતા આ  બ્લેકબેરી સ્માર્ટફોનમાં અનેક એવા ટેકનોલોજી ફીચર્સને કનેક્ટ કરાયા છે જે ઓબામાને ફોનની સુવિધાની સાથે સાથે સુરક્ષા પણ આપે છે. અમેરિકાના ટેક્નોસેવી પ્રેસિડન્ટ બરાક ઓબામા બ્લેકબેરીનો સ્માર્ટફોન યૂઝ કરે છે. દુનિયાના સૌથી શક્તિશાળી ગણાતા વ્યક્તિનો મોબાઈલ ફોન કેટલો પાવરફૂલ અને સિક્યોર છે તે જાણવામાં ગમે તેને રસ પડે. ચાલો જોઈએ, કેવો ખાસ છે ઓબામાનો આ ફોન.

ઓબામાના ફોનમાં એવા એકેય ફીચર નથી કે જેનાથી હૈકર તેમના ફોનમાં ઘૂસ મારી શકે. આપને જાણીને નવાઈ લાગશે કે, યુએસના પ્રેસિડેન્ટ જે ફોન વાપરે છે તેમાં કોઈ ગેમ નથી કે ન તો તેમાં સેલ્ફી કેમેરા છે. તેમાં ટેક્સ્ટિંગ ફંક્શન પણ નથી. જોકે, આ ફોન ટોપ-નોચ ઈન્ક્રિપ્શન ફીચર્સ ચોક્કસ છે. જેનાથી માત્ર ઓબામા જ તેના ડેટાને એક્સેસ કરી શકે છે.

બરાક ઓબામા પોતાના ફોનથી માત્ર દસ જ નંબર પર ફોન કરી શકે છે. આ ફોન પરથી એવા જ ફોન પર કોલ કરી શકાય છે કે જેને આ જ પ્રકારે બનાવાયા હોય. તેમાં વાઈસ પ્રેસિડેન્ટ જો બાઈડન, ઓબામાના ચીફ ઓફ સ્ટાફ અને કેટલાક ટોપ એડવાઈઝરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમના પ્રેસ સેક્રેટરી, અન્ય કેટલાક પરિવારજનો અને હા, મિશેલ ઓબામાને ફોન થઈ શકે છે.

પ્રેસિડેન્ટ ઓબામાનો બ્લેકબેરી સિક્યોર બેઝ સ્ટેશન સાથે જ કનેક્ટ થઈ શકે છે. જેનાથી તેમના ફોનનો IMEI નંબર છૂપાવી શકાય છે અને તેને ટ્રેક નથી કરી શકાતો. ઓબામા જ્યાં પણ જાય ત્યાં તેમના માટે આ બેઝ સ્ટેશન પણ લઈ જવું પડે છે.

જ્યારે દુનિયાના સૌથી સત્તાવાર વ્યક્તિની વાત કરવામાં આવે છે ત્યારે તેની સુરક્ષા મુખ્ય બાબત બની જાય છે. આ સમયે તેના માટે તેના ફોનને પાસવર્ડ પ્રોટેક્ટેડની સાથે સાથે પ્રોફેશનલ હૈકર્સથી બચાવવામાં આવે તે પણ આવશ્યક છે. આ સાથે સ્પાય એજન્સીઓથી તેને રક્ષણ મળે તે આવશ્યક છે. સ્પાય એજન્સીઓ હંમેશા એ જાણવામાં રસ ધરાવે છે કે કોણ, ક્યાં, ક્યારે, કેવી રીતે અને કોની સાથે કામ કરે છે. આ બાબતોથી પોતાના ફોનને પણ પોતાના જેટલો જ સિક્યોર કરાય તે જરૂરી બની જાય છે. 

ઓબામા એ વ્યક્તિ છે જે ઘણા સમયથી બ્લેકબેરી ફોન વાપરે છે. ઓબામા છેલ્લા દસ વર્ષથી બ્લેકબેરીનો ફોન યૂઝ કરે છે. પરંતુ 2008માં પ્રેસિડેન્ટ બન્યા બાદ તેમને થોડા સમય માટે બ્લેકબેરી છોડવો પડ્યો હતો. તેના બદલે તેઓ નેશનલ સિક્યોરિટી એજન્સી (NSA) દ્વારા ખાસ ડિઝાઈન કરાયેલો ફોન વાપરતા હતા. જોકે, થોડા જ સમયમાં તેમના માટે કસ્ટમાઈઝ્ડ બ્લેકબેરી ફોન તૈયાર કરાયો. જેમાં સ્પેશિયલ સિક્યોરિટી સોફ્ટવેર 'સિક્યોરવોઈસ' ઈન્સ્ટોલ કરેલું હતું. આ સોફ્ટવેરને ઓબામા માટે ખાસ ડિઝાઈન કરાયું હતું.

ઓબામાની ખાસ લિમોઝિન કારમાં પણ આ બેઝ સ્ટેશન લગાડેલું હોઈ શકે છે. શક્ય છે કે તેમના પ્લેન એરફોર્સ વનમાં પણ તેને ઈન્સ્ટોલ કરાયું હોય. આ સિક્યોર બેઝ સ્ટેશન સિક્યોર સેટેલાઈટ દ્વારા વોશિંગ્ટન કનેક્ટ થાય છે.


Share on Google Plus

About Unknown

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment